ઉતરી ગઈ છે એ નજર થી હ્રદય સુધી, પહોંચી ગઈ છે વાત હવે તો પ્રણય સુધી, આ ઈન્તેજાર ની મજા એટલી ગમી, કે જોશું અમે તો રાહ એમની જન્મો જન્મ સુધી.....😊
કરી શકો તો કરી બતાવો, ને કોરી આંખે રડી બતાવો... ગણિત તમારું જો હોય પાકું, વહ્યાં જે આંસુ ગણી બતાવો....
હું અને તું કયાંક તું અને હું મળીશું તે રસ્તાની તલાશ આજે પણ છે..... ખોવાય ગયેલી મારી દુનિયામાં, તને શોધવાનો વિચાર આજે પણ છે.... ઘણું કહેવું છે તને, પણ રહી ગયું, તેનો અફસોસ આજે પણ છે.... જાગીને થાય છે રાત્રીઓ પસાર, તારાં સપનાંનો ડર આજે પણ છે..... હું "ઘાયલ" પણ નથી ને "મરીઝ" પણ નથી, બસ, તારા માટે લખવાનો શોખ આજે પણ છે.....