એ હાથ પર હાથ
ધરી બેઠા છે !
બસ,એટલું કહી ને
કે હરિ, બેઠાં છે ?
ઝલક
તું છોડ ને છેડો ઓ માધવ, છે'ક સુધી લઈ જઈશ!
તું ટેક લઇ લે મારી, હું તને ભેખ સુધી લઇ જઈશ
ઝલક
હું શોધું છું તું ને
તું દેખાયો નહિ!
લે,આંખ મીંચી
તો મલકાયો હરિ ?
ઝલક
હારતો જ જાઉં છું,હું ખુદ ની બાજી
જો સતત જીત થી, હોય તું રાજી
તરબતર તમન્ના ને
હર તાંતણે ગુંથી !
વાલા, ચણતર કરી દે
જ્યારે,લીધી ગુંજા સુથી
ઝલક
ઘણું ઘોડાઈ ને ઘડુંલે
પાણી એવું તો ચડ્યું
ભરી સાંભળી ને ચાલ
છતાં'ય,હર ડગ પર છલ્યું!
ઝલક
મુખ હોય ત્યાં સુધી
જારી ભરાય ને વાલા
વધુ ભરતાં તો તે
પછી છલકાય ને વાલા!
ઝલક
છેક-છાક એટલે જ તો થાય છે
કે મન સદાય ભૂલ કરતું જાય છે
આ હાથ ને હું દોષ દઉં કહો શી રીતે?
એ તો બસ આદેશ સુણતો જાય છે
આંખ માંથી સરતાં જાય અશ્રુઓ
હોઠ દ્વારા મુખ ને ખારાશ અર્પાય છે
જીભ ને કહે તું બોલ મીઠા વેણ બેન
બોલવા માં તારું તે શું જાય છે?
ઝલક
ખુદ ને આઝાદ કહેવાની
તમારી રીત ખોટી છે
ભલે,હું હાર્યો ઠાકુર પણ
તમારી જીત ખોટી છે
ભલે ને બે પલક વચ્ચે
હજુય દેખાય છે ક્ષિતિજ
પરંતુ,બંધ આંખે માંડી
જે તે મીંટ ખોટી છે
મને સમજાવ ના લે
સઘળુંય અહીં આંખ સામે છે
વળી,તે અનંત મહંત મધ્યે
જે રાખી ભીંત ખોટી છે
ઝલ