હિંમત તો ઘણી હતી પણ ભૂલથી આ સ્વર્થીઓ ના અખાડામાં ઘૂસી ગયો, બસ પછી તો શાશ્વત સત્ય પ્રમાણે એક આ બાજુ અને એક આ બાજુ ઘા. " શુન્ય "
લાખ નમન છે એ ગરુડરાજ જટાયુ ને કેમકે, વન્યજીવન ગાળતા હતાં છતાં એક સ્ત્રીના માન-રક્ષણ માટે રાવણ સામે યુદ્ધ કર્યું હતું " શુન્ય "
અસંખ્ય શુભકામનાઓ છે તમને આ નફરતની બજારમાં મોહબ્બત ની દુકાન ખોલવા માટે કેમકે ઘણાં લોકો ની ઈબાદત અહીંથી જ શરૂ થાય છે. " શુન્ય "
અરે!! વાટ છે બસ એ વિશેષ દિવસ ની કે જ્યારે હું આ નિષ્ફળતા ના નકશા માં સફળતા ની સીડી થી મુકામ ને માથે ચડુ. " શુન્ય "
હા એ વિજ્ઞાન ના હિંડોળે ઝુલતા માનવો નું મૂલ્ય જાણું છું હું કેમકે, તે મોબાઈલ થી જોડાયા કે વિખુટા પડ્યા એથીજ ખબર પડી જાય.