Khamma patel
Literary Lieutenant
321
Posts
1
Followers
1
Following

હું ખમ્મા પટેલ. વ્યવસાયે એક પ્રોફેશનલ વકીલ. શબ્દો ને વાચા આપવી, વિચારને ક્લમથી કાગળ ને ચિતરવું, અનુભવની અરજીને ધ્યાનમાં રાખવું,વાંચનના વાયરાને વેગ આપવો અને અંતરમન થી દિલ ખોલી ને શબ્દો ને લાગણીઑ સાથે સાંકળી લેવું, વ્યવસાય ભલે ગમે તે હોય, કલમ કાગળ ને વળગી રહેવું.બસ આજ તો મારો ટૂંકમાં પરિચય. માન... Read more

Share with friends

કહેવાય છે કે સમય સૌથી વધુ બળવાન છે, પણ આમ જોઈએ તો જે થઇ ગયું છે એને બદલવાની તાકાત તો સમય પાસે પણ નથી !!

જિંદગી આપણા હિસાબે જ જીવવી જાેઈએ કેમ કે લોકોને ખુશ રાખવાના ચક્કરમા તો, સિંહને પણ સરકસમાં નાચવું પડે છે..

રાવણે હિમાલય ઊંચો કયૉ હતો પોતાની ભકિતની તાકાતથી. બાકી અભિમાનમાં તો અંગદનો પગ પણ નહોતો હલાવી શકયો..

સમસ્યાઓની પોતાની કોઈ લંબાઈ હોતી નથી. એ તો માત્ર એને ઉકેલવાની તમારી ક્ષમતા ને આધારે નાની અને મોટી હોય છે.*

તમે જરાક નીચે પડી તો જોજો, કોઈ નહીં આવે તમને ઉપાડવા અને જરાક ઉડી તો જોજો, બધા આવશે તમને પછાડવા..

આત્મવિશ્ર્વાસ એ નાનકડી હાથબતી છે. જે અંધકારમાં તમને બધું જ નહી બતાવી શકે પણ તમને આગલું કદમ મુકવાની જગ્યા જરૂર બતાવશે..

મુશ્કેલીઓ તમને તોડવા નહીં, પણ તમારી અંદર રહેલી શક્તિને જગાડવા આવે છે..

સિધ્ધાંત કરતાં સહકાર અને બહુમતી કરતાં સહમતી શ્રેષ્ઠ છે..

સંભાળીને ચાલજે મનુષ્ય તું અહીં, આ સમજદારોની વસ્તી છે, અહીં પ્રભુને પણ અજમાવે છે દુનિયા. તો, તારી શું હસ્તી છે..


Feed

Library

Write

Notification
Profile