નિશાની પાવન પ્રેમની હદય ભીતરે ગુંજતી ધડકનમાં જ મળે છે પ્રિયજન જોતાં જ ઉમટે પૂર ખુશીનાં અને હૈયુ હિલોળે ચડે છે
ચમત્કાર વાંહે સ્વાર્થમાં દોડી સત્યની ભૂલે લોકો જીવનની રાહ ભીતર મહીં પ્રભુ બિરાજે, તોય ઢોંગીઓનાં વાદે જીવન વેડફાય
મહાન નારી ભારત કેરી, શોધે શૂરવીર ભરથાર નાર બનું શુંરવીરની, તો ફળ્યા વ્રત મારા આજ બાકી કાયર નર હારે જો બંધાય જેની પ્રીતડી એનો એળે જ ગયો સમજો આખોય અવતાર
નગરી અયોધ્યા ભયી અતિ પાવન પધારે રામ સનાતન ધર્મના રક્ષક અયોધ્યા બિરાજે રામ હરેક ભક્તોની ઈચ્છા હદયની પુરી થશે આજ મંદિરે બિરાજી જન્મભૂમિમાં આશિષ દેશે શ્રી રામ