Rakesh Parmar

17
Posts
1
Followers
0
Following

ઉજાંશ

Share with friends

જીવનનાં તમામ દુઃખ, દર્દ, મુશ્કેલીઓ, અભિમાન, ઈર્ષા, વધારે પડતી અપેક્ષાઓને હોળીમાં દહન કરીને ભવિષ્યમાં સુખ, આનંદ, સરળતા, સ્વાભિમાન, પ્રસંશા, જરૂર પૂરતી ઈચ્છાઓ ફળીભૂત થયાનો સંતોષ માનવો. © ઉજાંશ

સખત પરિશ્રમરૂપી રંગમાં રંગાવાથી સફળતારૂપી ભાત મળીજ આવે છે. © ઉજાંશ

પ્રકૃતિના દરેક રંગને સહેલાઈથી પારખી શકાય છે પરંતુ માણસના રંગને પારખવો મુશ્કેલ છે. © ઉજાંશ

દિવસ અને રાત ના ૨૪ કલાક ભયમુક્ત રીતે મહિલા એની મરજી મુજબ બહારની દુનિયામાં હરી-ફરી શકે એમાંજ મહિલા દિવસ ની સાર્થકતા છે. © ઉજાંશ

મહિલા દિવસની ઉજવણી એટલે લિંગ અસમાનતા ની હાજરી. @ઉજાંશ

શરીરની શારીરિક કે માનસિક ખામીઓને શોધી ને તેનો ઇલાજ કરતા દાક્તર તમે ઘણાં જોયા હસે પરંતુ ખૂબીઓને પારખીને તેને બહાર લાવનારા દાક્તર તમને કોઈ દવાખાનામાં જોવા નહી મળે મિત્રો, તેના માટે તો માં-બાપ ,ગુરૂ ,શિક્ષક કે કોઈ સારા હિતેચ્છુ ને શોધવો પડે.

જ્યાં સ્વાર્થ છુપાયેલો હોય ત્યાં ભાવનાઓ, સંબંધ કે સગપણ ને કોઈ સ્થાન હોતું નથી. © ઉજાંશ

જીવનમાં દુશ્મન કરતા સ્વાર્થી ને ઓળખવો અઘરો છે. © ઉજાંશ

પ્રકૃતિનો આનંદ ક્યાં મોંઘો છે, એના માટે તો ગરીબ અને ધનવાનમાં ક્યાં તફાવત છે. © ઉજાંશ.


Feed

Library

Write

Notification
Profile