જીવનનાં તમામ દુઃખ, દર્દ, મુશ્કેલીઓ, અભિમાન, ઈર્ષા, વધારે પડતી અપેક્ષાઓને હોળીમાં દહન કરીને ભવિષ્યમાં સુખ, આનંદ, સરળતા, સ્વાભિમાન, પ્રસંશા, જરૂર પૂરતી ઈચ્છાઓ ફળીભૂત થયાનો સંતોષ માનવો. © ઉજાંશ
દિવસ અને રાત ના ૨૪ કલાક ભયમુક્ત રીતે મહિલા એની મરજી મુજબ બહારની દુનિયામાં હરી-ફરી શકે એમાંજ મહિલા દિવસ ની સાર્થકતા છે. © ઉજાંશ
શરીરની શારીરિક કે માનસિક ખામીઓને શોધી ને તેનો ઇલાજ કરતા દાક્તર તમે ઘણાં જોયા હસે પરંતુ ખૂબીઓને પારખીને તેને બહાર લાવનારા દાક્તર તમને કોઈ દવાખાનામાં જોવા નહી મળે મિત્રો, તેના માટે તો માં-બાપ ,ગુરૂ ,શિક્ષક કે કોઈ સારા હિતેચ્છુ ને શોધવો પડે.