જીવનની હર ઝલકને મૂકી પડદા ઉપર ભાવોની ગૂંચવણને વર્ણવી બહેતર, પહોંચી ઘર-ઘર સિનેમાની કલાકારી ડોકિયાં કરતાં મનને બનાવ્યું સરભર. પટેલ પદ્માક્ષી(પ્રાંજલ)
આસાન છે પ્રેમમાં પડવું એથીય આસન પ્રેમમાં મરવું બસ ......અઘરું પ્રેમ નિભાવવું. પટેલ પદ્માક્ષી(પ્રાંજલ) વલસાડ
પૈસાની જગમાં છે ભલે બોલબાલા પણ એ ભૌતિક સુખ આપી શકે હદયની શાંતિ ના બક્ષી શકે વ્હાલા. પદ્માક્ષી(પ્રાંજલ)
નિરોગી અને તંદુરસ્ત રહેવાને કાજ, સદા લેવો પ્રમાણસરનો ખોરાક વ્યસનોને વળગીને વળી ના કરવી હાથે કરી જિંદગી ખાખ. પદ્માક્ષી(પ્રાંજલ)