Mehta Parthsarathi Alkeshkumar
Literary Lieutenant
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

9
Posts
4
Followers
0
Following

BE Mechanical

Share with friends
Earned badges
See all

પ્રેમનું બીજ આપણે વાવીએ જ નહીં ને એના ફળ મળશે એવી અપેક્ષા રાખીએ એમાં બિલકુલ શાણપણ નથી.પ્રેમમાં આપણું ઈનવેસ્ટમેન્ટ જેટલું વધારે કરીશું એટલું આપણને સમય જતાં વ્યાજ સહિત પરત મળશે. ~પાર્થસારથિ એ. મહેતા

પ્રેમ દિમાગ સાથે નહીં દિલ સાથે જોડાયેલી લાગણી છે.પ્રેમ માણસની આંતરિક સુંદરતાને ઉજાગર કરે છે.પૃથ્વી પર સ્વર્ગની અનુભૂતિ કરાવનાર ઈશ્વરીય તત્વ પ્રેમ છે.સાચો પ્રેમ આજીવન તમારી સાથે રહી તમારા જીવનના પ્રશ્નોને ઉકેલવામાં તમને મદદ કરે છે. ~પાર્થસારથિ એ. મહેતા

પ્રેમનો એકરાર કરી લેવા માત્રથી વાત પૂરી નથી થતી પરંતુ એકરારની સાથોસાથ માવજત પણ કરવી પડે છે.પ્રેમના પગથિયા ચઢતી વખતેની યાત્રામાં એકબીજાની કાળજી નહીં રાખી હોય તો ચઢાણ અધૂરું જ રહેશે! ~પાર્થસારથિ એ. મહેતા

સંબંધોના જંગલમાં પ્રેમ જડીબુટ્ટી છે જ્યારે નફરત ઝેર છે.પ્રેમ પાસે જશો તો એ તમારા મોટામાં મોટા પ્રશ્નોને ઉકેલી દેશે પણ નફરત પાસે જશો તો ઉકેલની જગ્યાએ તમારા પ્રશ્નોને વધારી આપશે. ~પાર્થસારથિ એ. મહેતા

જીવનમાં જો નાની તક પણ મળે તો એનો લાભ લઈ લેવો જોઈએ.મોટા અવસરની રાહમાં સમય પસાર કરવા કરતાં નાની નાની તકોને પગથિયાં બનાવીને જીવનમાં આગળ વધવું જોઈએ.નાની તકનું વેલકમ કરનારના દ્વારે મોટો અવસર અવશ્ય આવીને ઊભો રહે છે. ~પાર્થસારથિ એ. મહેતા

દુનિયામાં થયેલ દરેક નવા સર્જનનો યશ માંને ફાળે જાય છે.માં બાળકને જન્મ આપીને ઉછેરે,એનું જીવનઘડતર કરે પછી એ બાળક આગળ જતા દુનિયાને ઉપયોગી હોય એવું નવું સર્જન કરે એ બધા પાછળ એક માંએ પોતાના બાળક પાછળ ખર્ચેલા કિંમતી વર્ષો છે. ~પાર્થસારથિ એ. મહેતા

સંબંધની ડોર બહુ નાજુક હોય છે.એક વખત સંબંધ બંધાયા પછી એની ઉષ્માને જાળવી રાખવી એક કલા છે.સંબંધ જાળવવાની જવાબદારીનું જે મહત્વ સમજે એના વાણી અને વર્તન સભાનતાપૂર્વકના જ હોય! ~પાર્થસારથિ એ. મહેતા

દિવસ દરમિયાન કરેલી એક સારી પ્રવૃત્તિ આપણને આખા દિવસનો સંતોષ આપે છે.બાહ્ય આનંદ મેળવવા માટે આપણી પાસે ઘણા રસ્તાઓ છે પણ આંતરિક આનંદ કોઈ એક સારા કામમાં છૂપાયેલો હોય છે.આપણા દ્વારા કરાયેલું એક સારું કાર્ય ઈશ્વરે આપણને આપેલી ક્ષમતાનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.


Feed

Library

Write

Notification
Profile