તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું, તારા હદયનો શ્વાસ બનવા તૈયાર છું, તું જો આવીને મને સંજીવન કરે તો, હું રોજ લાશ બનવા તૈયાર છું
કાલ્પનિક ચિત્ર ને આધારે કયાં સુધી લખવું, કોઈ નક્કર આકાર હોય તો મઝા પડે, એમ તો પલાળી જાય છે તારી યાદો, પણ તું રૂબરૂ મુશળધાર હોય તો મઝા પડે.
તારા હોઠોથી ટહુકે છે કોયલ અને ઝૂલફો થી ખરે છે શ્રાવણ, કસ્તુરી ના મૃગ સમી તું લાગે છે ગરવી ગુજરાતણ.... 😍
તોફાની દરિયા વગર પડવું નથી, એથી જ બીજે કયાંય તરવું નથી, આમ છબછબિયાં કરી શું વળે?, ધસમસતાં પ્રવાહ વગર મરવું નથી.