Kavi Hir
Literary Captain
8
Posts
11
Followers
2
Following

વાંચતા કહેજો કયાંક મળી જઈશ....

Share with friends
Earned badges
See all

રખડવું, મસ્તી, ચેન-ચાળા આ ઍજ સમયની વાત છે. આજે'ય ભરુ છું શ્વાસોમાં 'હિર' કોલેજ સમયની વાત છે. -કવિ હિર

ઍ કપાયેલ પતંગની તાલાવેલી તો જુઓ, 'હિર' દોર પણ નીકળી તારા હાથ પાસેથી. -કવિ હિરેન્દ્રસિંહ વાઘેલા 'હિર'

હું સાદ કરુ ત્યારે સાંભળવાનુ રાખ, 'હિર' સાવ ખુદા જેવી ફિતરત ન રાખ. -કવિ હિરેન્દ્રસિંહ વાઘેલા ‘હિર’

કાલે આવો ન આવો પણ આજે આવજો ઓસરી સુધી નહી તો દરવાજે આવજો ઉઘાડે છોગ આવશો અમે ચલાવી લઈશું આ 'હિર'નું ઘર છે જરા મલાજે આવજો -કવિ હિરેન્દ્રસિંહ વાઘેલા 'હિર'

થોડા કરી લો ચેન-ચાળા શું ફેર પડે છે. પછી કરજો જાપ-માળા શું ફેર પડે છે. ફકત દિલ જવાન હોવુ જરૂરી છે 'હિર' માથે સફેદ હોય કે કાળા શું ફેર પડે છે. -કવિ હિરેન્દ્રસિંહ વાઘેલા 'હિર'


Feed

Library

Write

Notification
Profile