હું શિક્ષક છું જાણ્યે અજાણ્યે ખબર જ ન પડી કે, ક્યારથી મને લેખનનું વ્યસન થૈ ગયું!? મારા હરેક અનુભવો, વર્તમાન સ્થિતિ,મારી લાગણીને કલમથી કંડારવું એ મારો શોખ છે કે જીદ, એ તો હું નથી જાણતી, પણ લખું છું દિલથી. મારી રચનાઓને આપનું માર્ગદર્શન દિલથી હરહંમેશ આવકાર્ય છે અને રહેશે ***નેહ***
Share with friends"दुनिया के सारे फूलोंमें एप्रिल फूल ही ऐसा फूल हैं, जो लोगो को बनाता भी है और हसाता भी है।" ***નેહ***
"જિંદગીની સફરના રસ્તાઓ કંઈક અજીબ છે! ક્યાંક કાંટાળો મારગ છે, તો ક્યાંક ફૂલોની જાજમ પથરાયેલી છે. આ સફરમાં બેલેન્સ જાળવીશું તો મંઝિલનુ સજેસન્સ પળમાં પામીશુ. ***નેહ***
પપ્પા, "દરેક મૂશ્કેલીનો હિંમતથી સામનો કરતાં તો શિખવી દીધું પણ, તમારી પાસેથી એ સમયે ચહેરા પર હાસ્યની પાછળ આંસુ છુપાવતાં ન તો ન જ શિખી શકી"
પ્રિય પપ્પા, "સમયની એકેક પળે તમે મારો મજબૂત ટેકો બનીને ઉભા રહ્યા કે, આ કુમળી વેલ ક્યાંક તૂટી કે વળી તો ન જાય! મને ખિલવવામાં તમે તમારી જાતને પાણી સિંચવાનું જ ભૂલી ગયા, બસ, એકલી અમારી જ ફિકર કરી?તમારું અસ્તિત્વ ભૂલાવી દીધું!?" "વાહ, વાહ રે, પપ્પા તમારી આ નિર્દોષિયતને સો સો સલામ........" ***નેહ***
"મારા જીવનરૂપીબગીચાને સદાબહાર મઘમઘતો સુગંધિત બનાવનાર ઓ માળીરૂપી જનક તમને શત્-શત્ કોટિ વંદન ......" ***નેહ**