આ તાપ,પાણી,માવજત,ખાતર અમે આપ્યું હતું;
પણ માં વગરનું ફૂલ કરમાઈ જશે ન્હોતી ખબર!
-મુકેશ પરમાર"મુકુંદ"
હજી અસબાબ મે માં નો ઉતાર્યો માળિયામાંથી;
હરખથી એક જૂની સાદડી મારા ગળે વળગી!
-મુકેશ પરમાર"મુકુંદ"
નૂતન વર્ષાભિનંદન 💐
જરા તો અધૂરી રહી છે તરસ જો,
છતાં પણ જીવન તો ગયું છે સરસ જો,
સમય સમયની હાટ તો ચાલવાની;
નવું ને મજાનું મળ્યું છે મને તો વરસ જો!
-મુકેશ પરમાર "મુકુંદ"
અહીં તો રોજ જીવનમાં દગા છે,
તપાસ્યું,ત્યાં જઈને તો સગા છે;
મહેલો તો ઘણાં જોયા અમે પણ,
તમારા દિલમાં થોડી જગા છે?
-મુકેશ પરમાર "મુકુંદ"