રૂપરંગ ભલે હોય અલગ, કામ છે બંનેનું સમાન, પમરાટ થકી મહેકાવે વિશ્વને, એ જ છે કુદરતનો કમાલ ! ~ પ્રકૃતિ 'પ્રીત'
હું ને મારું એકાંત, નિભાવે છે સાથ મેહુલિયો. વર્ષે મૂશળધાર , લાગણીઓ છે અપરંપાર. ભીંજાયું તન મન, યાદોની ઉમટી વણઝાર. પ્રકૃતિ 'પ્રીત'
ક્યારેક લોહીનાં સંબંધો આંખોમાં આંસુ આપે, ત્યારે લાગણીનાં સંબંધો હૃદયમાં ભીનાશ લાવે. ~ પ્રકૃતિ 'પ્રીત'
કાળજાનાં કટકાની વિદાયે, રૂદનને હૃદયમાં ભંડારી, હસતાં મુખે આશીર્વાદ આપતી વ્યક્તિ એટલે પપ્પા..... પ્રકૃતિ 'પ્રીત'
પોતાનાં પાકીટનાં પૈસા સંતાનોના ભવિષ્ય માટે બચાવી, પોતાનાં વર્તમાનમાં શોખને નજરઅંદાજ કરતી વ્યક્તિ એટલે "પપ્પા".... પ્રકૃતિ 'પ્રીત'