ક્યારેક ગુલાબ જેવો મુલાયમ તારો વ્યવહાર
ક્યારેક કારેલા જેવો કડવો તારો વ્યવહાર
ક્યારેક કેરી જેવો ખાટો મીઠો તારો વ્યવહાર
દિવસની દરેક ક્ષણે છે અલગ તારો વ્યવહાર.
વિચાર્યું નહોતું જીવનમાં કોઈ એટલું ખાસ બનશે,
કે ખુદથી વધુ ફકત એનું જ ધ્યાન અને ચિંતા મનમાં રહેશે.
હરખની હેલીમાં વાત ન ભૂલશો મહત્વની,
દુનિયા આજની છે સ્વયંના મતલબની...
જવાબદારીમાં ફસાઇ ગયા પછી ક્યાં કંઈ સહેલું છે,
એકવાર યુવાન બની ગયા પછી બાળક જેમ વર્તવું ક્યાં સહેલું છે...
લેખન દ્વારા શબ્દોમાં વ્યક્ત કરી શકે જે લાગણી,
દિલથી એ જ વાંચી શકે અન્યની લખેલી લાગણી...
રંગ ચડ્યો છે તારો એવો મુજ પર,
સંગ ઝંખું છું તારો હું અહી હરપળ..
મળીને પણ પૂર્ણતઃ ના મળ્યા કરતા પૂર્ણતઃ ના મળ્યાનું દુઃખ ઘણું ઓછું થાય જીવનમાં...
સ્પષ્ટ દેખાતા સત્ય પર વિશ્વાસ કરવો જેટલો સહેલો છે,
અસ્પષ્ટ દેખાતા સત્ય પર વિશ્વાસ કરવો એટલો જ અઘરો છે.
રત્ન જેની પાસે છે એને અહંકારી બનાવે,
જેની પાસે નથી એને મેળવવા લલચાવે..