STORYMIRROR

#સાહિત્ય સંગમ ફાઈનલ લેખન સ્પર્ધા

SEE WINNERS

Share with friends

 ‘સાહિત્ય સંગમ ફાઈનલ લેખન સ્પર્ધા:

સાહિત્ય સંગમ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં વિવિધ સાત વોટ્સપ ગૃપ માટે આપવામાં આવેલા વિવિધ સાત શબ્દો પર પોતાની રચનાઓ મુકનાર મિત્રોમાંથી, દરેક ગૃપમાંથી વિજેતા બનેલ શ્રેષ્ઠ 3 વાર્તાઓ અને શ્રેષ્ઠ 3 કવિતાના કુલ 42 લેખકો/કવિઓ માટેની ફાઈનલ સ્પર્ધા.

નિયમો :

·         આ સ્પર્ધા પહેલાં રાઉન્ડમાં 7 ગૃપમાંથી 6 મુજબ વિજેતા બનેલા 42 મિત્રો માટે જ છે.

·         અન્ય કોઈ વ્યક્તિઓ આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહિ, અને લેશે તો માન્ય રહેશે નહિ.

·         બીજા રાઉન્ડની સ્પર્ધા માટે આપને નીચે મુજબ ચાર શબ્દો આપવામાં આવ્યા છે. આપે એ ચાર શબ્દોને આપની વાર્તા અથવા કવિતા રચનામાં સમાવવાના છે.

·         આપ ચાર શબ્દોનનો ક્રમ આપની અનુકુળતા મુજબ આગળ પાછળ બદલી શકો છો.

·         દરેક સ્પર્ધક વાર્તા કે કવિતા અથવા બંને વિભાગમાં ભાગ લઇ શકશે.

·         આપ એક કરતાં વધારે ચાહો તેટલી વાર્તા કે કવિતાઓ લખી શકો છો. પણ નિયમ મુજબ તે દરેકમાં અમે આપેલા ચાર શબ્દો આવવા જોઈએ.

·         સ્પર્ધાના પરિણામ સંદર્ભે સ્ટોરીમિરરનો નિર્ણય અંતિમ અને સર્વેને બંધનકર્તા રહેશે.

·         આપની રચના સ્પર્ધાની લીંક મારફત સ્ટોરીમિરર પર સબમિટ થયેલી જોઈએ. સ્પર્ધાની લીંક સિવાય જનરલમાં સબમિટ થયેલી કે વોટ્સઅપ અથવા મેઈલ પર આવેલી રચના સ્પર્ધા માટે માન્ય રહેશે નહિ.

રચનામાં સમાવવાના ચાર (4) શબ્દો નીચે મુજબ છે

જીવન

લાલિમા

ઘટમાળ

સૌંદર્ય

ઇનામ : આ સ્પર્ધામાં વિજેતા થનાર શ્રેષ્ઠ 3 વાર્તા અને શ્રેષ્ઠ 3 કવિતાના વિજેતા મિત્રોને ઇનામ સ્વરૂપ ટ્રોફી આપવામાં આવશે.

સમયગાળો : 25/08/2022 થી 27/08/2022 (ગુરુવાર થી શનિવાર)

પરિણામ : 10/09/2022.

સંપર્ક :

વિષ્ણું દેસાઈ : 97231 85603(કોલ અને વોટ્સઅપ)

ઈમેઈલ : vishnu@storymirror.com