Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Celebrating Her

SEE WINNERS

Share with friends

આજના સમયમાંમાં, મહિલાઓ અનેક ભૂમિકાઓ અને જવાબદારીઓને નિભાવે છે, જેમાં, આદર્શ ગૃહિણી, નોકરી-ધંધો અને જાહેર જીવનનો સમાવેશ થાય છે. ઘણી મહિલાઓએ અનેક પડકાર ઝીલ્યા છે અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા છે, અને આ રીતે પોતાની કુશળતા અને પ્રતિભા દર્શાવી છે.


સ્ટોરીમિરર આપ સૌને "સેલિબ્રેટિંગ હર" લેખનસ્પર્ધાનો ભાગ બનવા આમંત્રિત કરે છે. જ્યાં અમે એવી સક્ષમ મહિલાઓની કદર કરીએ છીએ જેમણે સમાજની અનેક મર્યાદા તોડીને સાબિત કર્યું છે કે સ્ત્રીઓ પુરુષો જેટલી જ સક્ષમ અને પ્રતિભાશાળી છે.


એક સફળ સ્ત્રી, પછી ભલે તે એક ઉદ્યોગસાહસિક હોય, પ્રેમાળ માતા હોય, સમર્પિત રમતવીર હોય કે પ્રતિભાશાળી કલાકાર હોય. અમે અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયી બનવાવાળી આવી મહિલાઓ વિશે જાણવા આતુર છીએ. તમારી રચનાઓ થકી ચાલો આપણે એવી બહુ પ્રતિભાશાળી મહિલાઓની કદર કરીએ જેમણે પોતપોતાના ક્ષેત્રોમાં અદ્ભુત સફળતા મેળવી છે,  અને જેઓ અન્ય મહિલાઓ માટે આદર્શરૂપ બની છે.

 

નિયમો :

·  સ્પર્ધકે માત્ર મહિલાઓની થીમ પર લખવાનું રહેશે.

·  સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવી જોઈએ. આપ એક કરતા વધારે રચનાઓ લખી શકો છો.

·  શબ્દોની કોઈ મર્યાદા નથી.

·  ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

 

નોંધ: શક્ય બને તો તમારી રચના સબમિટ કરતી વખતે આપ જે મહિલાની સફળતા પર વાત કરી રહ્યા છો તેનો ફોટો સબમિટ કરો, આ બાબત આપની રચનાને વધારે અર્થપૂર્ણ બનાવશે.


સાહિત્ય પ્રકાર: વાર્તા | કવિતા


ભાષાઓ :


સ્પર્ધક નીચેમાંથી કોઈ એક અથવા એક કરતા વધારે ભાષાઓમાં લખી શકે છે : અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બંગાળી.


ઈનામ:

·         શ્રેષ્ઠ 10 રચનાઓને સ્ટોરીમિરર તરફથી રૂ. 150/- ના મૂલ્યનું ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે.

·         ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.


 

સમયગાળો - માર્ચ 07, 2023, થી એપ્રિલ 08, 2023


પરિણામ : મેં 08, 20223


સંપર્ક :


ઈમેઈલ : neha@storymirror.com


ફોન નંબર: +91 9372458287 / 022-49243888