Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#સરહદના કલમકાર

SEE WINNERS

Share with friends

ઉત્તરમાં અંબાજી આસન, ઢીમા ગઢ ધરણીધર,

પાલનપુરમાં પાતાળેશ્વર પૂજતાં પરમેશ્વર,

રણને કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો,

સૌથી ન્યારો, સૌથી પ્યારો મારો બનાસકાંઠો.

 = તગજી બારોટ

 

ગુજરાતના નકશામાં સૌથી ઉત્તરે પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદથી જોડાયેલો ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો બનાસકાંઠા જિલ્લો છે. આ વિસ્તાર દરિયા સિવાય તમામ ભૌગોલીક વિવિધતાઓ જેવીકે, જંગલ, પહાડ, નદી, સરોવર, રણ, મેદાન વગેરેથી ભરપુર છે. સાથે સાથે શિલ્પ-સ્થાપત્યના ઉત્તમ નમુના પણ અહી આવેલા છે.

 

આ વિસ્તારનો સાહિત્યિક વરસો પણ અદ્ભુત છે, જેમાં શૂન્ય પાલનપુરી, લશ્કરખાન બલોચ, સૈફ પાલનપુરી, ઓજસ પાલનપુરી, અમર પાલનપુરી, યુગ પાલનપુરી, શૈલ પાલનપુરી, મુસાફિર પાલનપુરી, મહેશ મકવાણા, જેવા કવિઓ ઉપરાંત ચંદ્રકાંત બક્ષી, કનુ આચાર્ય, વર્ષા બારોટ, ઈશ્ક પાલનપૂરી, નરેન્દ્ર જગતાપ, તાગજીભાઈ બારોટ, શરદ ત્રિવેદી, ઈશ્વર ચૌહાણ, વાસુદેવ બારોટ, દર્દ પાલનપુરી, સોહમ પાલનપુરી જેવા લેખક મિત્રોએ પણ આ વિસ્તારના  સાહિત્ય સર્જનના કસબી છે.

આ મહાન સર્જકોના વારસાને સાચવતા અનેક યુવા લેખકો અને કવિઓ આ વિસ્તારમાં ખિલ્યાં છે, આવા નવસર્જકોને એક મંચ પર ભેગા કરવાના આશયથી સ્ટોરીમિરર ડોટ કોમ સાથે સંકલન કરીને ‘સરહદના કલમકાર સાહિત્યિક ગૃપ’ દ્વારા એક વિશિષ્ટ લેખન સ્પર્ધાનું આયોજન કરેલ છે.

 

નિયમો :

1. આ સ્પર્ધા માત્ર સરહદી જિલ્લા બનાસકાંઠા અને પાટણના મિત્રો માટેજ છે.

2. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધેકે ‘સ્ટોરીમિરર ડોટ કોમ’ અને ‘સરહદના કલમકારગૃપ’ એમ બંને જગ્યાએ પોતાની રચના મુકવાની રહેશે.

3. કોઇપણ ભાષા, જાતિ, વર્ણ, ધર્મ, સંપ્રદાયને ઠેસ પહોચાડે તેવી રચનાઓ સ્વીકાર્ય રહેશે નહિ.

4. દરેક સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવાની રહશે. (અન્ય સર્જકની રચનાની ઉઠાંતરી કરવી નહિ)

5. સ્પર્ધક પદ્ય અને ગદ્ય એમ બંને વિભાગમાં ભાગ લઇ શકશે, તથા એક કરતાં વધારે રચનાઓ મૂકી શકશે.

6. વિજેતા અંગે સ્ટોરીમિરરનો નીરાન્ય  અંતિમ અને સૌને બંધનકર્તા રહેશે.

 

ઇનામ :

1. ભાગ લેનાર દરેક સ્પર્ધકને ‘સ્ટોરીમિરર ડોટ કોમ’ અને ‘સરહદના કલમકાર સાહિત્યિક ગૃપ’ તરફથી સંયુક્ત રીતે ભાગ લેવા બદલ ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

2. શ્રેષ્ઠ ૩ વાર્તા અને કવિતાના વિજેતાઓને ‘સ્ટોરીમિરર ડોટ કોમ’ અને ‘સરહદના કલમકાર સાહિત્યિક ગૃપ’ તરફથી સંયુક્ત રીતે વિજેતા થવા બદલ ફિજીકલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

3. શ્રેષ્ઠ ૩ વાર્તા અને કવિતાના સર્જકને એક એક પુસ્તક ઇનામ સ્વરૂપ આપવામાં આવશે.

4. શ્રેષ્ઠ ૨૦ વાર્તા અને કવિતાઓનું સંકલન કરી ઈ-બુક બનાવવામાં આવશે.

5. વિજેતા રચનાઓના સર્જકને સ્ટોરીમિરર દ્વારા ઓનલાઈન મુશાયરામાં પર્ફોમન્સ માટે તક આપવામાં આવશે.

 

સાહિત્ય પ્રકાર :

ગદ્ય – વાર્તા, નવલિકા

પદ્ય – ગઝલ, કવિતા, સોનેટ

 

સ્પર્ધાનો સમયગાળો :

૧ એપ્રિલ ૨૦૨૧ થી ૩૦ એપ્રિલ ૨૦૨૧

 

પરિણામ : ૧૫ મે ૨૦૨૧


સંપર્ક :

રવિપુરી - 97252 69231(સરહદના કલમકાર)

કિંજલ દેસાઈ – 76000 99373(સરહદના કલમકાર)

દર્દ પાલનપુરી - 79902 88193(સરહદના કલમકાર)

વિષ્ણુ દેસાઈ – ૯૭૨૩૧ ૮૫૬૦૩ (સ્ટોરીમિરર)