“
ઊલટી અટકાવનારો પ્રયોગ
લીંબુનો રસ નીચોવી લીધા પછી જે છોતરા બચે તેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ જો આ છોતરાને છાંયડે સૂકવી બાળીને રાખ કર્યા બાદ એક શીશીમાં ભરી રાખવામાં આવે અને એમાંથી જરૂર પડે ત્યારે પા થી અડધો ગ્રામ રાખ મધ અથવા ઠંડા પાણીમાં બે બે કલાકના અંતરે આપવામાં આવે તો ઊલટીના વેગો અટકી જાય છે. આ ઔષધ સરળ અને નિર્દોષ છે.
ગાફેલ
”