“
તમામ પ્રકારના કૃમિ માટે
ખાખરાના શેકેલા બીજ ૫૦ ગ્રામ, કપીલો, અજમોદ, વાવડિંગ અને ઈન્દ્રજવ પચીસ - પચીસ ગ્રામ તથા શેકેલી હિંગ પાંચ ગ્રામ (છ માસા) લેવી... બધાને મેળવી, ખાંડી બારીક ચૂર્ણ બનાવી લીમડાના પાનના સ્વરસના પાંચ પુટ અને અજમોદ, વાવડિંગના કવાથના બે પુટ આપીને ચૂર્ણ બનાવી લેવું. આમાંથી અડધોથી એક ગ્રામ દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવું. નાના બાળકને ૧/૪ ગ્રામ આપવું. - ગાફેલ
”