લખાવા જાઉં કાગળ પર કોઈ ગઝલ ને એવું પણ બને, મારા અશ્રુથી કોઈ શબ્દ વિખેરાય એવું પણ બને, જો વાંચેતું મારી નઝ્મને મહેફિલ માં કદી, તો ભુસાયેલાં શબ્દને "પ્રેમ" વાંચી દેજે, વિખરાયેલી "ખુશ્બૂ" પછી મળે એવું પણ બને. ખુશ્બૂ.
દુનિયાને ઊંચાઈથી જોવાનો દ્રષ્ટિકોણ શીખવતું સૌથી પહેલું પગલુ એટલે પપ્પાનો ખભો અને એના પર આપણી બેઠક. ખુશ્બૂ.
ઊંચી છલાંગ મારવા પહેલા થોડા ડગલા પાછળ ચાલવામાં ક્ષોભ ના થવો જોઈએ. એવી સાચી સલાહ દેનાર મારા જીવનના ગુરુ મારા પપ્પા. ખુશ્બૂ