સાચો શિક્ષક પુસ્તકમાંથી નહિ
પણ પોતાના જીવનથી શીખે છે
સાચો શિક્ષક તર્કવાળો અને વધુ સંપર્કવાળો હોવો જોઈએ
શિક્ષક એ ખેડૂત છે જે જ્ઞાનનો પાક વહેરે છે
શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સ્નેહનો સબંધ સેતુનું કામ કરે છે
ગુરુકૃપા હોય તો શિષ્ય જ્ઞાનનો પંડિત થઇ શકે છે
શિક્ષક પોતે શીખતો ન રહે તો
બાળકોને શીખવી શકે નહિ
બે વ્યક્તિઓ નમન કરવા યોગ્ય છે એક શિક્ષક બીજા ખેડૂત
સાચો શિક્ષક વિદ્યાર્થીને જાતે શીખતો કરે છે
જે વાંચે છે, વિચારે છે અને વિકસે છે તે શિક્ષક છે