આજના સુરજને આવતી કલાના વાદળ પાછળ છુપાવી દેવું તેનું નામ ચિંતા
ચિંતા કરવાથી બળ, બુદ્ધિ અને શક્તિનો નાશ થાય છે
ચારિત્ર્ય વ્યક્તિની એવી સંપતિ છે જે
વ્યક્તિના ગયા પછી પણ સચવાઈ રહે છે
જેની પાસે ધન ઓછું છે તે ગરીબ નથી
જેની ઇચ્છાઓનો અંત નથી તે ગરીબ છે
જે પ્રસન્ન રહે છે તે બધા જ ગુણોથી ભરપુર હોય છે
સાચી ખુશી લેવામાં નહિ પણ આપવામાં છે
ક્ષમા આપવી ઉત્તમ છે પણ
ભૂલી જવું એનાથી પણ ઉત્તમ છે
બાળકનું ભોળપણ એ જ એનું સાચું બળ છે
ક્ષમા એ જ આપી શકે છે જે બદલો લઇ શકે એમ છે