શ્રીમતી નયના શાહ અનેક સમસ્યાઓ હોવા છતાં મને રાજકુમારીની જેમ ઉછેરનાર તથા ઘડનાર પપ્પા જન્મો જન્મ તમે જ મારા પપ્પા બનો.
મારે કંઈક કહેવું છે. હું પારકી થાપણ હોવા છતાં પણ તમે મને દહેજ આપવા માટે તનતોડ મહેનત કરી છે. તમને મહેનત કરતાં રોકવા ઘણા પ્રયત્ન પછી પણ તમારી લાગણીઓ આગળ મેં હાર સ્વીકારી લીધી.
અવકાશ માં જેનો કોઇ અંત નથી તેને સૌ આકાશ કહે છે અને પૃથ્વી પર જેના વાત્સલ્ય નો ભંડાર કદી ખૂટતો નથી તેને આપણે મા કહીએ છીએ.