ભગવાન એટલે તે ગઝલ જે ગાઈ શકાય, શેર કરી શકાય પણ તેને સમજવા માટે અનુભવવી જરૂરી છે.. ! ~ ર્ડો.મિલિન્દ તપોધન ~
ભગવાન એટલે તે ગઝલ જે ગાઇ શકાય, શેર કરી શકાય પણ સમજવા માટે તેને અનુભવવી જરૂરી છે..! ~ ડૉ. મિલિન્દ તપોધન ~
સાચાં રાષ્ટ્રીય હીરો એ તો આપણાં ખેડૂત, મહેનત તેનાં બે હાથની અને ભૂખ ઠારે હજારોની..! ~ ર્ડો.મિલિન્દ તપોધન ~
બહેનનાં વહાલરૂપી વાદળી છમ છમ વરસે, મારું વિટમ્બણાઓથી દાઝેલું હૃદય હવે ઠરશે..! ~ ર્ડો.મિલિન્દ તપોધન ~
હે મિત્રો,ક્યારેક તમારી મીઠી યાદો વાગોળી લઉં છું, બીજા સંબંધોની કડવાશ ગળે ઉતારવાં..! ~ ર્ડો.મિલિન્દ તપોધન ~
શિક્ષક એટલે તે નહીં જે માત્ર કક્કો શીખવાડે, પણ તે જે... સંસ્કારોને જીવનમાં કંડારે, સ્વપ્નોને સજીવન બનાવે, અને બંને વચ્ચે સંતુલનનો પાઠ ભણાવે ! ~ ર્ડો.મિલિન્દ તપોધન ~
જયારે સમાજની લાગણીવિહીન ઠંડી પડે ત્યારે મારાં કુટુંબની હૂંફાળી શાલ ઓઢી લઉં છું...! ~ ર્ડો.મિલિન્દ તપોધન ~