એ ઘર ઘર નથી મંદિર છે જ્યાં માતા પિતાની કદર છે.
એ ઘર ઘર નથી સ્મશાન છે જ્યાં માતા પિતાની કદર નથી.
ચિરાગ પાધ્યા
ચર્ચા હતી જ્યાં ચાંદની કાલ સુધી,
આજ ત્યાં તારો ચહેરો ચર્ચાય છે.
ચિરાગ પાધ્યા
વરસ્યા નથી એ વાદળ વરસાદ બનીને હજી તો,
તમારા આંખના બે આંસુ ભીંજવી ગયા લાગે છે.
ચિરાગ પાધ્યા
નજરોમાં કેદ કર્યા છે તમને હૃદય જામીન અરજી સ્વીકારી શું કરશે ?
ચિરાગ પાધ્યા
તમારા પગલાં થવાની હૃદયમાં થઈ રહી આહટ..
શું આ પ્રેમ છે.?
ચિરાગ પાધ્યા