કેહવાય છે કે ઘોખી ને રાખેલી કોઈ પણ વાત બઉ યાદ ના રેહ, એક સમય એ તારો નંબર પણ ધોખ્યો તો, આજે પણ ઊંઘ માંથી ઉઠાડી ને જો કોઈ પૂછે ને તારો નંબર તો એક આંકડો પણ આઘો પાછો ના થાય. આજે પણ એ વાત મને અચંબા મા પાડી જાય છે કે મે એ નંબર ઘોખ્યો તો કે યાદ રહી ગયો.
આજે પણ ફોન ની એ જાણીતી ringtone સાંભળું ત્યારે બસ હજારો ચેહરાઓ માથી એક ચેહરતો હસતો દેખાય અને મન મા એક છબી અનુભવાય, હા બસ એ જ બીજું કોઈ નહિ તું અને તારી યાદો..