ઘરની ચાર દિવાલો માં
એક હુંફાળો સ્પર્શ એટલે
માં
બહારની દુનિયામાં નીકળતી વખતે
પહેરેલો સુરક્ષા કવચ એટલે
પિતા!
દિલ આપીને દર્દ લઈ લીધું...
કર્યો હતો ઘાટાનો સાદો
પણ નફામાં બધું જ મેળવી લીધું!
સૂર્યની પહેલી કિરણ સાથે
નવા વર્ષનું આગમન,
ફરી થાય છે નવેસરથી
જીવન જીવવાનું મન!
પ્રેમ નો સરવાળો
નફરત ની બાદબાકી
સુખને ગુણાકાર
અને દુઃખનો ભાગાકાર
બસ એટલું જ ગણિત
એ જીવનનો સાર!
જીવનને આપણા બનાવે એક સુંદર ચિત્ર
એ જ આપણો એક સાચો મિત્ર!
New year's resolution
Happiness is the solution!
જ્યાં અપેક્ષાઓનો અંત ત્યાં જીવનની શરૂઆત!
કોઈના માટે સર્વસ્વ હારી ગયા પછી પણ જીત નો અહેસાસ થવો એટલે'પ્રેમ'