જે મળેલી વસ્તુઓ પણ ત્યાગી શકે
તેજ સાચો સંતોષી છે
બાળકને શાબાશી, પ્રોત્સાહન અને પ્રશંસાની જરૂર છે
તેનાથી બાળકનું વ્યક્તિત્વ પાંગરે છે
પોતાની પ્રસન્નતા માનવીના પોતાના હાથમાં છે
મુલતવી રાખવાની ટેવ નુકસાન કરાવે છે
મહાન માનવીની કસોટી તેની નમ્રતામાં છે
ખામી વગરનો મિત્ર શોધવા જશો તો ક્યાય નહિ મળે
બીજા માટે લગાડેલી આગ તમને પોતાને વધારે દઝાડે છે
આદમીમાં લક્ષ્મી અને વિવેક ભાગ્યેજ સાથે જોવા મળે છે
વિદ્યા નામની વીંટી વિનયના નંગથી જ શોભે છે