પવન તું ખેરવે રોજ સડસડાટ પાન મારા,
છતાં મે સંબંધ અકબંધ રાખ્યા તારાને મારા..
જયાં હરવકત કરવા પડે ખુલાસા
તે સંબંધ નહી ફકત બંધના દિલાસા...
પરિવર્તન તારુ નક્કી જો પરિબળને તું સમજ,
ભલ-ભલા ભુંસાઈ ગયા માપવા સમયનું ગજ...
તું વ્યર્થ ઉછાળે સુર્ય સામે ધુળ,
લોઢુ હોય તો કટાય સોનાને લાગે થોડું લુણ...
તું વ્યર્થ ઉછાળે સુર્ય સામે ધુળ,
લોઢુ હોય તો કટાય સોનાને લાગે થોડું લુણ...
અાપણા કરેલા ભભકામાં કાયમ રંગ પડે અધુરા,
ઈશ્ર્વરે કરેલા રંગ સોળે કળાએ ખીલી ઉઠ્યા...
સરદારનું વ્યક્તિત્વ હતું રુઅાબદાર,
જીવનને વિચાર જોને કેટલા અસરદાર...
સરદારનું વ્યક્તિત્વ હતું રુઅાબદાર,
જીવનને વિચાર જોને કેટલા અસરદાર...
સમજણના સ્વાંગ ઓઢી સહન કરી લઈએ છીએ,
ખબર છે અમારી પરાજયના વહેચે કોણ પતાસા..