બુધિપૂર્વકનું આયોજન સમસ્યારૂપી નદીને પાર કરવાનો પુલ છે
અજ્ઞાનીને બે વખત સમજાવવું પડે
જયારે અભિમાનીને અનેક વખત
છાંયો આપવાવાળા ઝાડને કદી કાપવું જોઈએ નહિ
મુર્ખાઓ પોતાની ભૂલોથી શીખે છે
જયારે ડાહ્યાઓ બીજાની ભૂલોથી
સહેલાઈથી મળેલી સફળતા લાંબુ ટકતી નથી
કરેલું સારું કર્મ કડી એળે જતું નથી
ઘણીવાર ઉતાવળને લીધે જ મોડું થાય છે
જરૂરીયાત સંતોષી શકાય છે
લોભને નહિ
પૈસો પોતે નહિ, પૈસાનો વિચાર માનવીને પાયમાલ કરે છે