જો આજે તમે સમય ઉપર સવાર નહિ થાઓ
તો કાલે સમય તમારી ઉપર સવાર થઇ ગયો હશે
સરસ આયોજન એ અડધી સફળતા છે
બીજાની ભલાઈથી ઉત્તમ કર્તવ્ય બીજું કોઈ નથી
શબ્દો આપની પોતાની આગવી સંપતિ છે
જીવનની સફળતાનું રહસ્ય એકજ છે કઠોર મહેનત
નમ્રતાની ભઠ્ઠીમાં અભિમાન ઓગળી જાય છે
હજારો ગુણ પ્રાપ્ત કરવા આસન છે
પણ એક દુર્ગુણ દૂર કરવો મુશ્કેલ છે
નસીબના દ્વાર મહેનતની ચાવી વડે જ ખોલી શકાય છે
દુઃખનું કારણ આપની ચિત્તવૃત્તિઓ છે