परवाज़ दो दिलो का मिलन दिखा है,
परिंदो ने आसमान पे इश्क लिखा है।
- नैऋति ठाकर 'नेह'
સ્મિત અને સ્મરણને ક્યાં કોઈ ભાષા છે,
એ તો ફક્ત ઉરમાં ઉગરતી પરિભાષા છે.
- નૈઋતિ ઠાકર "નેહ"
કોઈ ક્યાં જોવે છે ગુસ્સામાં ખુદનો વાંક!!
સલાહ છે મારી સોનેરી પહેલા તું ખુદને તો આંક...
- નૈઋતિ ઠાકર "નેહ"
શક્ય છે ભૂલવો આખો ભૂતકાળ પળવારમાં,
હાથ પકડી જો કોઈ કહે વર્તમાન છુ તારો...
- નૈઋતિ ઠાકર "નેહ"
જીવનની પરંપરા બખુબી નિભાવવાની,
આંખ ભીની છતાં હોઠ પર હસી રાખવાની...
- નૈઋતિ ઠાકર "નેહ"