ઘરેણાં બનવા સોનાને ટીપાવું, અભ્યાસ માટે શિક્ષકનું માર્ગદર્શન અને સંસ્કાર માટે માતા, પિતાનો ઠપકો જરૂરી છે. નરેન્દ્ર ત્રિવેદી.......
આંખોને લાગણી અને અશ્રુ બંને સાથે ગહેરો સંબંધ છે. લાગણી સુખની હોય કે દુઃખની અશ્રુઓ તો વહેવાના જ. નરેન્દ્ર ત્રિવેદી.......
વાણીને વીણા જેવી બનાવો. જેથી સાંભળનારને એ ગમે. જિંદગીમાં સપ્ત સૂર નું તો મહત્વ છે. નરેન્દ્ર ત્રિવેદી.......
રુઠેલી કુદરત અહીંયા બધાં ને લાગશે કપાય વૃક્ષોને જંગલો એ કોણ જાણશે દોડ છે અવની પરની વળી આકાશે પણ જો નહીં સમજાય, પરિણામ આ આવશે નરેન્દ્ર ત્રિવેદી....... #################
એક દિવસ હું આવીશ કૈક માગવાને હશે હાથ તારો ખાલી કૈક આપવાને નહીં રહે કઈ અહીંયા શાશ્વત થઈને ઘટનાની ઘટમાળ ફરતી સમય થઈને નરેન્દ્ર ત્રિવેદી....... #################
કુદરત જેવો સર્વોત્તમ મિત્ર કોઈ નથી. મિત્રતામાં આપવાનું હોય લેવાની અપેક્ષા ક્યારેય ન હોય એ ગુણ કુદરત સિવાય ક્યાંય ન મળે. કુદરત એજ સાચો અને સર્વોત્તમ મિત્ર છે.