ક્રોધને શાંતિથી, લોભને સંતોષથી, નમ્રતાથી માનને
અને સરળતાથી માયાને જીતી શકાય છે
જે બીજા માટે ખાડો ખોદે છે
સૌથી પહેલાં તે પોતે જ એમાં પડે છે
પરિશ્રમથી જ સફળતા મળે છે
માત્ર વિચારો કરવાથી નહિ
નસીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે
જે બીજાનું ભલું કરે છે
તેનું ભલું ખુદ ઈશ્વર કરે છે
ક્ષમા આપવી ઉત્તમ છે પણ
ભૂલી જવું એનાથી પણ ઉત્તમ છે
ક્રોધ કરવો એટલે બીજાની
ભૂલની સજા પોતાને આપવી
બીજાની આંખના આંસુ લુછવા
એજ સાચી કીર્તિ છે
દરેક સારું કાર્ય પહેલા અસંભવ લાગતું હોય છે