જેને પોતાની સાથે રહેતા નથી આવડતું એ વ્યક્તિ ભીડ પાસેથી પણ એકલતા જ મેળવશે
-દીપાવલી
ગુસ્સો બે ધારી તલવાર છે. સામેની વ્યક્તિને તો ઇજા પહોંચાડે જ છે, સ્વયંને પણ જખ્મી કરે છે !
--દીપાવલી
અન્નનો એક દાણો પૃથ્વીનાં કયા પડમાં ઉગે છે એ ન જાણતા હો તો પણ એનાં પર જેનું નામ લખાયું હોય એનાં જ મુખમાં પહોંચીને રહે છે !
--દીપાવલી
દુનિયામાં ત્યાગ જેવું કશું જ હોતું નથી. અગર તમે કશુંક છોડો પણ છો તો બદલામાં ફરજીયાતપણે કશુંક મેળવો પણ છો ! ચાહે તે આનંદ જ કેમ ન હોય !
--દીપાવલી
ઠેંસ વાગે ત્યારે *ઑય મા* જ બોલાય આ છે મા નો પ્રભાવ !
--દીપાવલી
છેવટે તો બધા જ યુદ્ધ સ્વ સાથે જ હોય છે ! સ્વ જ સ્વ સાથે યુદ્ધ કરી સ્વ ઉપર જીતે છે !
---દીપાવલી
શ્રેષ્ઠતાનું જ ચયન હમેંશા વ્યક્તિને નિર્વિવાદ પ્રગતિ અપાવે છે.
--દીપાવલી
શ્રેષ્ઠતાનું જ ચયન હમેંશા વ્યક્તિને નિર્વિવાદ પ્રગતિ અપાવે છે.
--દીપાવલી
વચન આત્માનો અરીસો છે.
--દીપાવલી