જીવન એટલે પુષ્પ,
જેનું ખીલવું અને કરમાવું એ
ઈશ્વરાધીન છે."
"હિમતમાં સ્નેહ ભળે તો નવસર્જન થાય,
સ્નેહની બાદબાકી થાય તો વિનાશ થાય."
બંધ આંખે સ્વપ્ન જોવાય છે
જાગૃત મનથી એને વિંધાય છે
સત્યને પડકારી શકાય,
એને પરાજિત ના કરી શકાય
શક્તિનું પ્રદર્શન ના હોય,
એની તો આરાધના જ હોય.
'કર્મફળનો ત્યાગ કરો'-
કહેવું સહેલું છે, કરવું મુશ્કેલ છે,
જો અનુસરીએ તો બેડો પાર છે.
ખૂંદી મેં ધરા શાંતિની શોધમાં,
મળી મને એ મારી માના ખોળામાં.