શબ્દ જેવા શબ્દ ઝાંખા લાગતા મૌન તારું એટલું રસભર હતું એક એવાં સ્વપ્નમાં રાચી રહ્યો પાનખરમાં ફૂલ પાંગરતું હતું ઝાંઝવાં ભરમાવતાં તો શું કરું. પ્રેમમાં કંઇ પામવાનું હોય ના આપવા ચાહું તને તો શું કરું?
જીવનમાં કશું સ્થિર નથી હોતું. બધું જ બદલાય છે.જો કશું સ્થિર હોય તો તે છે પરિવર્તન....!!! તેથી પ્રત્યેક પળ, પછી તે સારી હોય કે ખરાબ, તેને જીવી લો. વાસ્તવમાં કશું ખરાબ હોતું જ નથી. શર્ત બસ કેવળ એટલી કે દ્રષ્ટિ હકારાત્મક હોવી જોઈએ.
સદગુરુ શરણાગતને તારે કેવળ કૃપા કરીને ઉગારે સદગુરુ શરણાગતને તારે ના કોઈ કારણ નહીં કો' હેતુ અમથું વહાલ વહાવે. જગ મંગલનું ચિંતન કરતાં નિશદિન અલખ જગાવે સદગુરુ શરણાગતને તારે વિષયી જીવ પર કરૂણા રાખે ભવનું તમસ હટાવે ના આદેશે ના ઉપદેશે છે તેવો જ સ્વીકારે
માનવી એક જ એવું પ્રાણી છે પોતાને પરમપિતાએ આપેલી બુદ્ધિ અને લાગણી બન્ને નું ઉર્ધ્વીકરણ કરી શકે અને ખુદ પરમતત્વનો સાક્ષાત્કાર કરી શકે. એનાથી ઉલ્ટું પોતાની બુદ્ધિ અને લાગણીઓનો દુરુપયોગ કરીને પરમતત્વની રચેલી આ સુંદર સૃષ્ટિને બરબાદ પણ કરી શકે.
પ્રેમ એટલે એવી ઘટના જે કોઇની ઇચ્છાથી નહીં પણ પરમતત્વની કૃપાથી ઘટે છે. પ્રેમનો પૂર્વાર્ધ સત્ય છે અને પ્રેમનો ઉત્તરાર્ધ કરુણા છે.