હાથમાં ગુલાબ અને નમી ઘૂંટણિયે,
કહું, વીલ યુ મેરી મી, પ્રિયે?
-લતા ભટ્ટ
સુગંધ અને રંગરૂપ તારું જે બેઠું સમાવી,
એ ગુલાબનું ફૂલ દઉં તારા હાથમાં થમાવી.
-લતા ભટ્ટ
તારી મારી મિત્રતાના મોલ કરવા બેઠા,
એ કૃષ્ણ સુદામાને ઘડીભર લાવ્યાં હેઠા.
-લતા ભટ્ટ
સમય પ્હાડ એમ પીગળે,
તળે ગોકુળ મળે.
-લતા ભટ્ટ
માહ્યલો માધવની મોજૂદગી મહજ માણે,
મીરાંની મીરાંત મને મળી એમ ઉમદા
-લતા ભટ્ટ
તે આપ્યા છે તો ન એકેય છાંડવાનો,
એક એક શ્વાસનો હિસાબ માંડવાનો,
-લતા ભટ્ટ
તુ ને હું તો એક સિક્કાની બે બાજુ ,
જ્યાં હું ત્યાં તું નહી તું ત્યાં હું નહીં.
-લતા ભટ્ટ
હું - અહં, ઘમંડ
અંધકારને ક્યાં કદી કોઇ પોતાનો આકાર હોય છે,
દેખાય છે તે અજવાળાના અભાવનો સાર હોય છે.
-લતા ભટ્ટ
ન ઇંટ,ન કપચી ,ન સિમેન્ટ કે ન રેતી.
તો ય રાતોરાત સપનાની ઇમારત ચણાઇ જાય!
-લતા ભટ્ટ