જગતમાં અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે
સેવાથી શત્રુ પણ મિત્ર બની જાય છે
બધા કાયદા ન્યાયી હોતા નથી
વિવેક વગરની વિદ્યાનું ફળ માત્ર શ્રમ છે
સભ્ય માણસ માત્ર સ્મિત વેરે છે
તે ક્યારેય ખડખડાટ હસતો નથી
નમ્રતા એ દાની, ત્યાગી, જ્ઞાની અને વૈરાગીની જનની છે
દાતા તેના દાનથી નહિ પણ ભાવથી ઓળખાય છે
સ્વાશ્રય અને સંયમ એ ચારિત્ર્યના બે ફેફસાં છે