@o5calm6g

Alpa Vasa
Literary Colonel
AUTHOR OF THE YEAR NOMINEE - 2018 & 2019

216
Posts
251
Followers
1
Following

I'm Alpa and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

Submitted on 22 Feb, 2020 at 15:59 PM

સ્ત્રીને પ્રેમ અને પૈસા કરતાં માન અને સન્નમાન વધુ પ્રિય છે. અલ્પા વસા

Submitted on 19 Feb, 2020 at 08:43 AM

ઘર, કુટુંબ અને મોભો જોઈ, કુંડળી મેળવી થાય સગાઈ.

Submitted on 28 Nov, 2019 at 03:56 AM

દિકરી મારી ઝાંઝર. ને વહુ મારો રણકાર. હસે બન્ને ત્યારે વાગે મંદિરની કરતાલ. અલ્પા વસા

Submitted on 08 Nov, 2019 at 08:17 AM

વાદળ વહે સપનાં થઈ ખરે વરસાદમાં. અલ્પા વસા

Submitted on 05 Nov, 2019 at 06:27 AM

આ સાજન ને સાગર બેઉ ઘુઘવાતા, ઉછળતા, વિશાળ ને અગાધ. બન્નેમાં છે, ભરતી .. ને ઓ..ટ... કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 05 Nov, 2019 at 06:26 AM

આ સાજન ને સાગર બેઉ ઘુઘવાતા, ઉછળતા, વિશાળ ને અગાધ. બન્નેમાં છે, ભરતી .. ને ઓ..ટ... કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 06 Aug, 2019 at 10:54 AM

બીજાનું પાણી ત્યારે જ માપવું, જ્યારે ખુદને તરતા આવડતું હોય.

Submitted on 06 Aug, 2019 at 10:51 AM

સફળ થવું સરળ છે. પણ સફળ થયા પછી સરળ થવું બહુ અઘરું છે. અલ્પા વસા

Submitted on 16 Jul, 2019 at 00:13 AM

પ્રાય: ડર મૃત્યુનો નહીં, એકલતાનો લાગે છે.

Submitted on 16 Jul, 2019 at 00:11 AM

ડર તો માણસનો લાગે છે, ખૂંખાર જાનવરનો નહીં.

Submitted on 14 Jul, 2019 at 01:44 AM

રોજ પેદા થાય છે ઈચ્છા નવી, દોસ્ત! એને હું પંપાળુ ક્યાં સુધી ?

Submitted on 12 Jul, 2019 at 00:54 AM

ભૂતકાળને યાદ કરવો એટલે, સુકાયેલા ગુમડાના ભીંગડા ઉખેડવા

Submitted on 12 Jul, 2019 at 00:52 AM

ભૂતકાળમાં આંટો મરાય, રહેવાય નહીં !

Submitted on 11 Jul, 2019 at 01:13 AM

શું છે ? કોણ છે ? કેવો છે ? આ સમય. ઘડીક હસાવે, ઘડીક રડાવે એવો આ સમય.

Submitted on 11 Jul, 2019 at 01:11 AM

પહેલાં કરવા શરૂ સંબંધ, ને પછી સાચવવા સંબંધને, બસ , આપો સમય સંબંધને

Submitted on 10 Jul, 2019 at 01:30 AM

શિયાળે જે વસાણા ખાય, એ તો તાજામાજા થાય.

Submitted on 10 Jul, 2019 at 01:29 AM

ઓછું ખાવું, થોડું સુવું, તો સ્વાસ્થ્ય રહેશે તાજું.

Submitted on 08 Jul, 2019 at 09:17 AM

સુંદરતા છે લોભામણી, સરળતા છે કાયમી. કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 08 Jul, 2019 at 09:14 AM

સુંદરતા તો છે લોભામણી, સરળતા છે કાયમી. કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 08 Jul, 2019 at 09:13 AM

સુંદરતા ને સુગંધનું માલિક પુષ્પ, જલ્દિથી ચૂંટાઈ જાય છે. કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 08 Jul, 2019 at 09:10 AM

ઉંમર થતાં મોઢાની સુંદરતા દિલમાં જઈ વસી. કાવ્યાલ્પ અલ્પા વસા.

Submitted on 05 Jul, 2019 at 11:43 AM

ઉંમરને હંફાવવા શોખ લીલા રાખો. પાનખરને પણ નવા અંદાઝથી માણો

Submitted on 05 Jul, 2019 at 11:42 AM

ઉંમરના સોળે પગથીયે સાન થવાનું, સુઝ સમજણ સાથે વીસે વાન થવાનું.

Submitted on 05 Jul, 2019 at 11:41 AM

જેમ ઉંમર વધે ને પ્રલોભન વધે, લાલસાનો નશો પણ ચડી જાય છે !

Submitted on 05 Jul, 2019 at 11:39 AM

આજ મેં મારી કેટલીક ઈચ્છાઓને વળાવી, તેની ઉંમર થઈ ગઈ હતી થોડી મોટી, ને છતાં રહી ગઈ હતી કાચી કુંવા

Submitted on 03 Jul, 2019 at 23:09 PM

દુ:ખના દોરડે બાંધ્યો મેં સુખનો રે હિંચકો સુખ દુ:ખના વાયરે લહેરાયો આ જીવડો

Submitted on 03 Jul, 2019 at 23:08 PM

દુઃખ ને પોતાનો ગુરૂ માની લો.. સુખ તમારી પાસે ભણવા આવશે.

Submitted on 03 Jul, 2019 at 08:55 AM

દુઃખ ને પોતાનો ગુરૂ માની લો.. સુખ તમારી પાસે ભણવા આવશે. કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 03 Jul, 2019 at 08:53 AM

એક ક્ષણ સુખ મળે દુ:ખ રે' આજીવન કેમ ગાળું એ સો સાલ ચાલ્યા જશે. કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 03 Jul, 2019 at 08:51 AM

દુ:ખના દોરડે બાંધ્યો મેં સુખનો રે હિંચકો. સુખ દુ:ખના વાયરે લહેરાયો આ જીવડો. કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 02 Jul, 2019 at 09:46 AM

જ્યાં મોકળાશ નહીં, પણ હળવાશ હોય, એ ઘર. કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 02 Jul, 2019 at 09:43 AM

જ્યાં મોકળાશ નહીં, પણ હળવાશ હોય, એ ઘર. કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 02 Jul, 2019 at 09:24 AM

પિયરનું ઘર પિતાનું. સાસરીનું ઘર પતિનું. થશે પછી ઘર પુત્રનું. તો કયું ઘર સ્ત્રીનું ??? કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 02 Jul, 2019 at 09:13 AM

ઘર ની વ્યક્તિની હાજરી અખરતી ન હોય, પણ, ગેરહાજરી ખટકતી હોય એ ઘર. કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 02 Jul, 2019 at 09:11 AM

જ્યાં દિલને થાય હાશ, કાશ એવું ઘર મળે, આશા છે આ શોધનો છેડો કબર ના મળે. કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 02 Jul, 2019 at 00:16 AM

બાળપણની કાલી ઘેલી વાતો હવે, વોટ્સઅપ, ફેસબુકમાં ગોતાય છે.

Submitted on 01 Jul, 2019 at 09:44 AM

બાળપણની કાલી ઘેલી ક્ષણોને, વોટ્સઅપ, ફેસબુકમાં ગોતાય છે. કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 01 Jul, 2019 at 09:40 AM

શોધવા સુખની ક્ષણો, સૌ મારે વલખાઓ. લાગણી પંપાળવામાં, ક્યાં છે કોઈનો સથવારો. કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 01 Jul, 2019 at 09:37 AM

બાળપણની કાલી ઘેલી ક્ષણોને હવે, વોટ્સઅપ, ફેસબુકમાં ગોતાય છે. કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 01 Jul, 2019 at 09:32 AM

ક્ષણો ખાલી ભરવાનો મોકો મળ્યો છે, લાગણીને સરવાનો મોકો મળ્યો છે. કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 01 Jul, 2019 at 09:29 AM

શોધવા સુખની ક્ષણો, સૌ મારે વલખાઓ. લાગણી પંપાળવામાં, નથી કોઈનો સથવારો. કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 28 Jun, 2019 at 15:06 PM

સમય સમયનું કામ કરે, સમય તોડે, સમય સાંધે. તો શાને લેવું દિલ પર તારે. કાવ્યાલ્પ અલ્પા વસા.

Submitted on 28 Jun, 2019 at 15:00 PM

ખોલો હ્દયના દ્વાર, લાગણીઓ બેઠી બાર. વહાવો અમી સૌ કાજ, ખોલી નયનના દ્વાર. કાવ્યાલ્પ અલ્પા વસા.

Submitted on 28 Jun, 2019 at 14:58 PM

ખૂંચતા હતા કાલે જે આંખે કણા, આ હ્દય એના જ પર વારી જાય. એવું પણ બને. કાવ્યાલ્પ અલ્પા વસા.

Submitted on 27 Jun, 2019 at 11:12 AM

ઘરની આખી છત ફાટી ગઈ હોય, પણ બાળકો પર અ-છતની તકલીફનું, એક પણ ટીપું ન પડવા દે તે, પપ્પા. કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 27 Jun, 2019 at 11:09 AM

નથી કોઈ આ જગમાં પિતા તુલ્ય, છે અતિ અદકેરું એમનું મુલ્ય. કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 27 Jun, 2019 at 11:07 AM

મા ની મમતા, ને પિતાની ક્ષમતા. તેથી જ રહે બાળકો, હસતા રમતા.

Submitted on 26 Jun, 2019 at 13:54 PM

આવ્યા છો તો રોકાઈ જાવ, ઈશે મોકલ્યા છે પંચાંગ જોઈ. ન કહો આવજો આમ, અવાશે નહીં પાછું ફરી અહીં. કાવ્યાલ્પ અલ્પા વસા

Submitted on 26 Jun, 2019 at 13:44 PM

કહો સૌને આવજો, ફરી પાછા આવ જો. કહેવું ના કદી ગુડબય, એ તો સદાના જાય.

Submitted on 25 Jun, 2019 at 12:02 PM

જીંદગી સામે મારે ધરવા છે ધરણાં, વેદનાને તો મારે બાંધવા છે ગરણાં. વેદનાને ક્યાં શબ્દો હોય છે બોલવા, પીડા છે એના કાળા અંધારા શરણાં.

Submitted on 25 Jun, 2019 at 09:52 AM

ઝાકળની જીંદગી નથી જાજી. છતાં કરે એ સૌના દિલને રાજી. સહુની છે ચાર દિવસની ચાંદની હસતું, રમતું, એ કહેતું ગાજી.

Submitted on 25 Jun, 2019 at 09:47 AM

બે પાંચ એવી પળ હોય, ના સ્વાર્થ કે ના છળ હોય, સંવેદના નું જળ હોય તો જીંદગી સફળ હોય.

Submitted on 24 Jun, 2019 at 09:06 AM

ઈશ્ક કરે છે કે શરત? મહેફિલમાં શી રમત? સંસાર રથના બે પૈડા આપણે હાર જીતની શી મમત??

Submitted on 24 Jun, 2019 at 09:02 AM

ઈશ્કની કોઈ દિવસ કિંમત થાય નહીં, નઝીક કે દૂર થી સમજાય નહિ, ઈશ્કના દરિયા માં ડૂબો તો ખબર પડે, એમ કિનારે રહી હૈયું ભીંજાય નહીં.

Submitted on 20 Jun, 2019 at 16:22 PM

બેઉ સરખા, સુરજ ને સત્ય. સમય આવે બહાર આવી જાય.

Submitted on 20 Jun, 2019 at 10:13 AM

ઊતરેલું આંખોથી ન ચડે ફરી કદી, પછી હોય ભલે આંસુ કે વ્યક્તિ.

Submitted on 20 Jun, 2019 at 10:03 AM

ઊતરેલું આંખોથી ન ચઢે ફરી કદી, પછી હોય ભલે આંસુ કે વ્યક્તિ.


Feed

Library

Write

Notification

Profile