તમે જે ધારી લો છો,
એ સારું જ કરો છો.
કોઈને ક્યાં વાંધો છે,
ક્યાં કોઈ ને ફાંદો છે.
તમારું જે ધારેલું છે,
ફક્ત તે જ સાચું છે.
ત્યાં જ છે વાંધો મોટો,
બધાને માનો છો ખોટો.
ચીભડાંની રક્ષા માટે તો વાડ બાંધે,
જેથી કરી તે ફૂલેફળે ને વધે.
વાડ પોતે જ જો લાગે ચીભડાં ગળવા,
આ દુખડા કોને જઈ કહેવા?
સાપ ગયા અને લિસોટા રહ્યા,
હિંમત કરી એને પડકાર કર્યા.
લીટા પર લાઠીઓ ફટકારી,
ખુબ ધૂળ ઉડાડી ધમાલ કરી.
હોય કૂવે તો હવાડે આવે,
વાત આ ખુબજ સમજાવે.
કોઈનું કરેલું કામ ન આવે,
જાત મહેનત જ રંગ લાવે.
ગાંચીનો બળદ ખુબ ફરે,
દિવસ ભર આંટા મારે
ઘાંચી તેલના ટાંકા ભરે
બળદ અડધો ભૂખ્યો મરે
તન માંથી મેદ,
મનમાંથી જીદ
અંતર થી ભેદ
ત્યાગ કરવાથી
મળશે શાંતિ,
સુખની અનુભૂતિ.
મધ દરિયે ઉઠે જે મોજા,
પહોંચ
કોઈ દુર રહી યાદ આવે
કોઈ પાસ રહી ખુબ પજવે
માંગીયે તે તરત ન મળે,
વાવ્યા ભેગા વૃક્ષ ન ફળે.