#wish
ઈચ્છા થાય તું આમ વરસાદ થઈ વરસે,
મારું મન એ સ્પર્શ માટે ચાતકની જેમ તરસે.
©Rohit PraJapati
#me
સપ્તાહ દર સપ્તાહ નવા સમીકરણો રચાય છે,
આપણા સંબંધને નવા આયામો તરફ દોરી જાય છે.
©Rohit PraJapati
#age
વૃદ્ધાવસ્થા એટલે માત્ર ફરિયાદ જ નઈ પણ જીવનને નવેસરથી જીવવાનો અવસર.
©રોહિત પ્રજાપતિ
#age
વધતી ગઈ ઉંમર કે વધતો ગયો પ્રેમ..!?
જિંદગીમાં ક્યારેય છુટા નહીં પડીએ એ જ લીધું મેં નેમ.
©Rohit PraJapati
#funny
રુહ નું કહી એ અસ્તિત્વ ઉપર ચિપકી ગઈ,
લાગણીઓમાં એ ફેવીક્વીક જેવી થઈ ગઈ.
©Rohit PraJapati
#happy
વ્યાખ્યા જો થાય સુખની,
તો ભાષા સમજાય દુખની.
©Rohit PraJapati
#home
ચાર દિવાલથી તો મકાન બને છે,
ઘર બને છે એમા વસતા પરિજનોની લાગણી ને હુંફથી !
©Rohit PraJapati
#home
લાગણીઓના સેતુ કોઈપણ હેતુ વગર જળવાય,
એ જ તો સ્વર્ગ સમું આપણું ઘર કહેવાય.
©️Rohit Prajapati