"હોળી" પ્રેમની આ હોળીમા દિલડું હોમાયું રાજ, હજી ઉતરે ન રંગ કેટલા દિન થયા આજ, જેને જોવ તને જોવ બંધ મારા બધા કાજ, બોલે કોઈ એમનું નામ..મને આવે અહીં લાજ!! -પારમિતા
"હોળી" જ્યારથી તારા પ્રિત રંગે હું રંગાઇ, લોગ લાખ લગાડે રંગ હું કો'દિ ન રંગાઇ, ખીલું કેસૂડા સરીખી વસંત તારી જ્યાં વર્તાય, દૂર જતા તારાથી જાત આ મૂરજાય.. -પારમિતા
"રંગ" જ્યારથી તારી પ્રિત રંગે હું રંગાઇ, લોગ લાખ લગાડે રંગ!!હું ન કો'દી રંગાઇ, કેસૂડા સરીખી ખીલું જ્યાં વસંત તારી વરતાય, દૂર જતા તારાથી જાત મારી આ મૂરજાય.. -પારમિતા
"વિશ્વ મહિલાદિન" વિશ્વ શુ સમજે કે સમજાવે કે શું છે મહિલા ! દેવાધિદેવ શંકર પણ અધૂરા જેના વિના એ શક્તિ છે મહિલા, જેના નામે મૂકી વાંસળી અને ફૂંકયો શંખ કૃષ્ણે ,રાધા એ મહિલા, ઘર બનાવે, પેઢી ચલાવે,એક ડાળે જે બાંધી રાખે એ છે મહિલા... -પારમિતા
"નારી" નારી તું જગદંબા તું જ નારાયણી, કેવો એ કૃષ્ણ? જો એન રાધા ખોવાણી!! બન્યો એ શિવત્યાર જ જ્યારે એમાં શક્તિ સમાણી, નવરાત્રિએ બની નવદુર્ગા બનીસર્વત્ર તું પૂજાણી.... -પારમિતા
"તું જ દર્દને તું જ ચિકિત્સક" તું જ દર્દને તું જ ચિકિત્સક, તું જ દે દર્દને તારો જ દવા દેવાનો વારો; કાતિલ પણ તું જ ને તું જ ઉગારનારો, તું જ મર્ઝ મારુ અને તું જ ચિકિત્સક મારો.. -પારમિતા
"સ્વાર્થ" પ્રેમ શુ થયો પ્રિયે તારી સાથે,હું સ્વાર્થી બની ગયો, તને મારે જ નામે કરી દીધી હું તારો જ થઈ ગયો, દુનિયા સાથે શુ લેવા-દેવા હવે! સૌ જખ મારે! દુનિયાથી પર પ્રેમ-કિસ્સો હવે મારો થઈ ગયો.. -પારમિતા
"અદર્શ" વન્યજીવન તારા નિયમો અદર્શ, ખૂંખાર મા નો શાવકને હુંફાળો સ્પર્શ; ચંદને વીંટળાઈ સર્પને ઝેર નો જ અંશ, મૃગની આંખોમાં સાવજ નો દંશ; ત્રાટકી વનયજીવે માનવ ધરતો વરવો વેશ, છે આજ કહાની હોય દેશ કે પરદેશ... -પારમિતા