"જે ઘરનો મોભ અડીખમ રહે છે, તે ઘર હંમેશાં સુવ્યવસ્થિત રહે છે. એવું જ સ્થાન ઘરમાં પિતાનું છે."
"પરિવારની તમામ જવાબદારીઓ પોતાના ખભા પર ઉપાડી બેવડ વળી જવા છતાં આંખમાં આંસુ ન લાવે તેનું નામ પિતા."
બે હૈયાં મળે છે, ત્યારે મકાન ઘર બની કિલ્લોલે છે.
- મનહર
અભિમાન દેવતાઓને પણ સાધારણ બનાવી દે છે, જ્યારે નમ્રતા સાધરણને પણ દેવતા બનાવી દે છે.
- મનહર
અભિમાન દેવતાઓને પણ સાધારણ બનાવી દે છે, જ્યારે નમ્રતા સાધરણને પણ દેવતા બનાવી દે છે.
- મનહર
સત્તા અને સંપત્તિ જો સમય પડે કામ ના આવે, તો બંને નકામા છે.
- મનહર
શરીર તલવાર છે, તો મન ઢાલ છે. બંનેનો યોગ્ય સમયે ઉપયોગ માણસને વિજયી બનાવે છે.
- મનહર
કુદરતી આફતો અવારનવાર આવતી જ રહેવાની. એનાથી બચવાનો એક જ ઉપાય છે પર્યાવરણનું જતન.
- મનહર
ક્રોધ સામેના માણસનો તો નાશ કરે જ છે, પણ પોતાનો તો સત્યાનાશ કરે છે.
- મનહર