પૂનમના ચંદ્રની માફક ઝળકી રહી એની સુંદરતા, તેને નિહાળનાર તે શીતળ તેજમાં પણ નિસ્તેજ... @પ્રણયની પરિભાષા -અનિવેશ
મનને કાચ જેવું શું કામ રાખીએ કે કોઇ ઈંટ મારીને તોડી શકે. તેને તો પથ્થર જેવું રાખીએ કે સામે ટકરાનારને તોડી શકે.
ગુલાબ અને મોગરો ભેગાં કરી વેણી ગૂંથાઇ, એની મહેક કરતાં પણ તારી સુવાસ સવાઇ. પ્રેમાંધને સંસારની રીત-પરંપરા ના સમજાઇ, આસમાનથીય ઊંચી તેની પ્રેમકથા ચર્ચાઇ. -અનિવેશ
ક્યારેક એમ પણ બને કે વાતોમાં રાતો વીતી જાય, ક્યારેય એમ પણ બને કે યાદોમાં રાત પણ ન જાય. @પ્રણયની પરિભાષા ©️ 'અનિવેશ' વિઘ્નેશ દેસાઇ