ઈશ્વરનું ન્યાયચક્ર ધીમું ચાલે છે, પણ ચાલે છે ચોક્કસ
જેને લક્ષ્યની ખબર નથી તેને રસ્તો પણ જડતો નથી
રસ્તો ગમે તે લઈએ પણ લક્ષ્ય પહેલા નક્કી કરી લઈએ
જે દોડે છે તે થાકે છે જે ધીમે ચાલે તે પહોચે છે
જે નથી દેખાતું તે દેખાડે તેનું નામ શાસ્ત્ર
જીજ્ઞાસા સત્યના મંદિરમાં પ્રવેશવાનો દરવાજો છે
જીંદગી એક સુંદર પુસ્તક છે પણ જેને
વાંચતા ન આવડે તેને માટે નકામું છે
માનવી સાચા આનંદમાં હોય ત્યારે કોઈ દંભ કરી શકતો નથી
પોતાના સુખની ચિંતા કરવી એ દુખી થવાની નિશાની છે