બોલીને ક્યારક પસ્તાવાનો વારો આવી શકે છે,
પણ મૌન રહેવાથી કદી પસ્તાવાના વારો આવતો નથી
આપણે ભૂલી શકીએ છીએ, માટે સુખી છીએ
મા મારી શકે છે પણ, માની મમતા કદી મરતી નથી
મૈત્રી એ છાયાં અને ઘટાવાળું વૃક્ષ છે
બધા રોગોની દવા છે પણ
મૂર્ખાઈની કોઈ દવા નથી
બાળકોને શાબાશી, પ્રશંસા અને
પ્રોત્સાહન આપવાથી એમની જીંદગી પાંગરે છે
મિત્રતાનો રથ ધૈર્યના ઇંધણથી ચાલે છે
મિત્ર પસંદ કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ
અને મિત્ર બદલવામાં તો જરાય નહિ
ભૂતકાળની ચિંતા છોડી ભવિષ્યની ચિંતા કરાવી જોઈએ
કેમકે આપણે અપની બાકીની જીંદગી ત્યાં જીવવાની છે