નિષ્ફળતા કે સફળતા તારાં હાથમાં નથી, પરંતુ મહેનત કરવું તો તારાં હાથમાં છેને...! તો હવે ડર કેવો? હીરલ હેમાંગ ઠકરાર
સંબંધોના તાણાવાણા અંદર અંદર ગુંચવાયા હોય ત્યારે, તાણી ખેંચી ને મુશ્કેલ ના કરતાં ઢીલું છોડી દેવું જોઇએ. હીરલ હેમાંગ ઠકરાર
સાહેબ..... પૈસો મહત્વનો છે, પણ પૈસા પાછળ એવી દોટ ના લગાવશો કે મહામૂલી આ જિંદગી જ ખર્ચાઈ જાય. હીરલ હેમાંગ ઠકરાર
જીવન નિર્વાહ માટે પૈસો જરૂરી છે, કેમ કરી મેળવવો એ તો પુસ્તકોએ શીખવી દીધું, પરંતું જીવનને સાચાં અર્થમાં કેમ જીવવું? એનું શિક્ષણ ક્યા પુસ્તકમાંથી મળશે એ કોઈએ ના શીખવ્યું. હીરલ હેમાંગ ઠકરાર