અહંકારમાં ડૂબેલો માનવી તન સાફ કરવા ગંગામાં ડૂબકી મારે છે પરંતુ અંતર મનને સાફ કરવા
આત્મખોજની ડૂબકી મારવાનો
પ્રયાસ કયારેય કરતો નથી.
સુલભા ઠકકર
જીવન પણ સાપ સીડીની રમત જેવું છે.
એક ખોટો નિણર્ય જીવનના
બધા પાસા પલટી નાખે છે.
સુલભા ઠકકર.
અનુભવની એક ઠોકર જીંદગીનો મહામૂલો પાઠ શીખવી જાય છે.
સુલભા ઠક્કર.
પિતા એટલે કાંટાળી વાડ છે જે સુરક્ષાની સાથે શીતળતા પ્રદાન કરે છે.
સુલભા ઠક્કર.
સમજણ વિનાનું જીવન વ્યર્થ છે અને સમજણ વિનાનું કાર્ય પણ નિરર્થક છે.
સુલભા ઠક્કર.
સકારાત્મકતા સાથે કરેલું દરેક કાર્ય શુભ આશય સાથે સફળતા અપાવે છે.
સુલભા ઠક્કર.
સકારાત્મકતા સાથે કરેલું દરેક કાર્ય શુભ આશય સાથે સફળતા અપાવે છે.
સુલભા ઠક્કર.
સમયને સંજોગો અનુરૂપ
પ્રતિકૂળતા પ્રમાણે માનવીના માન સમ્માન
જળવાય છે.
સુલભા ઠક્કર.
આધ્યાત્મિકતાનો સ્વીકાર કરીને જીવન પરમતત્વને
પ્રાપ્ત કરી શકે છે.
સુલભા ઠક્કર.